પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મજયંતી નિમિત્તે પ્રભાસ પાટણ મુકામે ગત રવિવારે સવારે 10 વાગ્યાથી 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકર ત્રીશતાબ્દી સમારોહ સમિતિ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.