બાળકોએ રજૂ કરી ધાર્મિક અને દેશભક્તિની અદભૂત કૃતિઓ
બાળકોએ રજૂ કરી ધાર્મિક અને દેશભક્તિની અદભૂત કૃતિઓ
ઊનાનાં સીમર ગામે પ્રભાત શિક્ષણિક સંસ્થાનો વાર્ષિકોત્સવ રંગારંગ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે વિશાળ મેદની વચ્ચે ઊપસ્થિત અગ્રણીઓ અને આગેવાનો વચ્ચે યોજાયો હતો. જેમાં શાળાના બાળકો પોતાની અંદર રહેલી ઉત્કર્ષ કલાઓ, વિવિધ ધાર્મિક અને લોક સાંસ્કૃતિક ગૌરવરૂપી ભાતિગળ પહેરવેશ ધારણ કરી પોતાનું કૌશલ્ય રજું કર્યું હતું.
રાષ્ટ્રીય ભાવનાને હૃદયમાં રાખી દેશભકિત સાથે ધર્મ, સંસ્કૃતિ અને લોક જાગૃતિને ઉજાગર કરી હતી. આ તકે નવાબંદર મરીન પોલીસ અધિકારી વી. કે.ઝાલા, ઊના ગીરગઢડા તાલુકા ખાનગી શાળા એસો.ના હોદ્દેદારો, અગ્રણીઓ, આગેવાનો અને વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને છાત્રો અને સંચાલકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે શાળા સંચાલક સંદિપસિંહ રાઠોડ અને પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં છાત્રોને આગેવાનોના હસ્તે ઈનામ વિતરણ કર્યા હતા. આ તકે પી.એસ.આઇ વી. કે.ઝાલાને મોમેનટો શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નાના બાળકો દ્વારા અદભૂત કૃતિઓ રજુ કરીને લોકો અને હાજર અગ્રણી વાલીઓ સમક્ષ શિક્ષણની સાથે પોતાની અંદર રહેલી કલા અને કૌશલ્ય લોકો સમક્ષ મુક્યુ હતું. આ કાર્યક્રમ નિમિત્તે પ્રભાત શિક્ષણિક સંસ્થાના સંચાલક સંદિપસિંહ અને તેમના નાનાભાઈનુ ખાનગી શાળા એસોસિયેશન દ્વારા શિલ્ડ એનાયત કરીને સન્માન કરાયુ હતુ.
ઉલ્લેખનિય છે કે, સીમર અને આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો દેશના સિમાડા પર દેશની રક્ષા કાજે સેવામાં જોડાઈ દેશ ભક્તિ સાથે આર્મી, પોલીસ અને એસ.આર.પી., બી.એસ. એફમાં સેવા આપતાં હોવાથી સમગ્ર પંથકનાં છાત્રો દ્વારા દેશ ભક્તિનાં રંગારંગ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે રજૂ કરીને લોકોનાં દિલ પર છવાઇ ગયાં હતાં.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0