પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જી સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારી શાળાઓમાં 25,000 શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની ભરતી રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને કહ્યું કે સમગ્ર પ્રક્રિયા કલંકિત હતી.