વન નેશન વન ઈલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બિલ આ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.
વન નેશન વન ઈલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બિલ આ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.
વન નેશન વન ઈલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બિલ આ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.મોદી સરકાર આ બિલને લઈને સતત સક્રિય છે. સરકારે સપ્ટેમ્બર 2023માં આ મહત્વકાંક્ષી યોજના પર આગળ વધવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી.
રામનાથ કોવિંદ સમિતિએ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં સરકારને પોતાની ભલામણો સુપરત કરી હતી. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા સમિતિની ભલામણોને સ્વીકારી હતી. રિપોર્ટમાં 2 તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી છે.
વન નેશન, વન ઇલેક્શન એ એક પ્રસ્તાવ છે જેના હેઠળ ભારતમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની વાત કરવામાં આવી છે. ભાજપના મેનિફેસ્ટોના કેટલાક મહત્વના લક્ષ્યાંકોમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ રાખવાનું કારણ એ છે કે તેનાથી ચૂંટણીમાં થતા ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.
હકીકતમાં, 1951 અને 1967 ની વચ્ચે, દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી અને લોકો એક જ સમયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને મત આપતા હતા. બાદમાં, દેશના કેટલાક જૂના પ્રદેશોની પુનઃરચના સાથે, ઘણા નવા રાજ્યોની સ્થાપના પણ કરવામાં આવી. આ કારણે 1968-69માં આ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. પાછલા કેટલાક વર્ષોથી તેને ફરી શરૂ કરવાના વિચારો ચાલી રહ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0