વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત કરવાની વાત કરી છે. જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે આજે આપણા સમાજમાં મહિલાઓ સામે અત્યાચાર અને બાળકોની સુરક્ષા ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ઘણા કડક કાયદા બનાવવામાં આવ્યા છે પરંતુ આપણે તેને વધુ સક્રિય બનાવવાની જરૂર છે