કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. શનિવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કામ કરશે તો તેમના મૂળ પગારના 50 ટકા પેન્શન મળશે. આ સાથે કર્મચારીઓ પાસે NPS અને UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે.